ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડી નિયમ મુજબના કિલોમીટરથી 3 ગણી ફરી ગઈ હતી અને તેમાં રોજિંદુ ક્યાંકને ક્યાંક ખોટકાતી હતી તેના કારણથી PSI, પોલીસ કર્મચારીઓ તથા ડ્રાઇવરો હેરાન-પરેશાન થઈ જતા હતા એક તો ફતેપુરા રાજસ્થાન બોર્ડરનું ગામ હોઈ અહીંયા પોલીસ પેટ્રોલીંગ તેમજ અન્ય કારણોસર ગાડીની વિશેષ જરૂરીયાત હોવા છતાં બીજી નવીન ગાડી ન આવતા આને ગમે તે રીતે સ્ટાફના માણસો ચલાવતા હતા કોઈપણ જગ્યાએ ગુનેગારોને પીછો કરી પકડવાનો વારો આવતો હોય તો તે નિષ્ફળ નીવડતું હતું. રાત મધરાતે પોલીસ પેટ્રોલિંગમાં નીકળતા પહેલા સોચી વિચારીને નીકળવું પડતું હતુ કે ગાડી સહી-સલામત પહોંચાડશે કે કેમ જેથી સ્ટાફ આખો હેરાન પરેશાન થઈ ગયેલ હતો અને આ નવીન ગાડી મળતા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ગામની અંદર ના અગ્રણીઓ પણ ખુશી અનુભવી હતી કારણકે જો ગાડી બરાબર ના હોય તો રાત્રી દરમ્યાન પોલીસ ગુનેગારોને પકડવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. હવે નવીન બોલેરો ગાડી મળતા આ બધી તકલીફોનો અંત આવ્યો હતો અને ગાડી માટે ઉપલા અધિકારીઓએ મદદ કરી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.