NewsTok24 – Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામના રહેવાસી મમતાબેન રાજુભાઈ મછાર પાસેથી ફતેપુરા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ રમણભાઈ દલાભાઈ મુનિયાએ પ્રોહિબીશનના કેસમા હાજર કરી કેસની પતાવટ માટે રૂપિયા 8500/- ની માંગણી કરતા મમતાબેને એન્ટી કરપ્શન બ્યુરોને ફરીયાદ કરતા એ.સી.બી. પી.આઈ. આર.આર.આહીર તથા સ્ટાફના માણસોએ છટકુ ગોઠવતા પોલીસ સ્ટેશનની સામે આવેલ દુકાન પાસેથી રૂપિયા 8500/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. આ કેસમા લોકચર્ચા જોવા મળી રહી હતી કે હોમગાર્ડ પાસે એવી કઈ સત્તા છે કે તે આટલી મોટી રકમની માંગણી કરી શકે? શું આ કેસમા અન્ય કોઈ કર્મચારી પણ સંડોવાયેલ છે કે કેમ ? આ અંગે પી.આઈ. આર.આર. આહીર ને પુછતા જણાવ્યુ હતુ કે હજુ તપાસ ચાલુ છે અન્ય કોઈ સંડોવાયેલ હશે તો તપાસમાં બહાર આવશે અને તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.