ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. હોળી અને ધુળેટીના પર્વને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા ભાઈચારો જળવાઈ રહે અને શાંતિથી તહેવારની ઉજવણી થઈ શકે તેમ જ હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે હોળી અને ધુળેટીના પર્વને લઈ એકબીજા ના તહેવારો હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે ફતેપુરા પી.આઇ. દ્વારા ફતેપુરા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તહેવારની ઉજવણીમાં સહભાગી બનવાની વાત કરી હતી.
ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ. ખાંટનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી
RELATED ARTICLES