PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય નગર ફતેપુરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. દેસાઈ સાહેબ તથા સ્ટાફના માણસો દ્વારા બ્રાહ્મણ બોલાવી પૂજન-અર્ચન કરી ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે સર્વે સ્ટાફ મિત્રોએ આ ગણપતિદાદાની સ્થાપના સમયે ભાગ લીધો હતો અને ભગવાનની પૂજા અર્ચના કરી જયકાર કરી પ્રાર્થના કરી હતી.