દાહોદ જિલ્લામા લગ્નસરા સીઝન હાલ પૂર જોશમાં ચાલી રહી છે, ત્યારે ફતેપુરા તાલુકા પોલીસ દ્વારા SSC અને HSC ની પરીક્ષાને ધ્યાને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશનમા તાલુકાના આગેવાનો અને DJ સંચાલકો વચ્ચે બેઠક યોજાવામા આવી હતી. જ્યાં મોટી સંખ્યામા DJ સંચાલકો તેમજ દરેક ગામના સરપંચો તેમજ આગેવાનો હાજર રહ્યા.
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં Dy.S.P. ડી.આર. પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં તેઓ દ્વારા સામાજિક આગેવાનો તેમજ ડીજે સંચાલકોને સાંભળ્યા હતા, ત્યાર બાદ Dy.S.P. ડી.આર. પટેલ દ્વારા DJ સંચાલકો ને સૂચના આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં SSC તેમજ HSC ની પરીક્ષાઓ આવી રહી છે. જેના કારણે અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ કરવામાં ખલેલ ન પહોંચે અને ધ્વનિ પ્રદુષણ ન થાય અને ધ્વનિ પ્રદુષણનાં કેટલાક નિયમો અનુસાર DJ વાગડવું તેમજ રાત્રીના ૧૧:૦૦ વાગ્યાં થી સવારના ૦૬:૦૦ વાગ્યા દરમિયાન DJ ન વગાડવા માટે તાકીદ કાર્ય હતા. અને જો DJ સંચાલક દ્વારા નિયમોનુ ચુસ્તપણે પાલન નહિ કરવામાં આવે તો કાયદેસતર ની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.