Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરાથી બલૈયા ક્રોસીંગના ચાલી રહેલ ડામર રોડની કામગીરીમા જુના ડામર રોડ ને ખોદયા વગર કે નીચે ડામર નાખ્યા વગર જ કપચી પાથરી તેમજ કામગીરી નબળી લાગતા કંકાસીયા ગામના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી હતી. રોડ સુપરવાઈઝર દ્રારા ગ્રામ જનો ને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો માન્યા ન હતા અને જણાવ્યુ હતુ કે જુના રસ્તા ને ખોદી ને બનાવો અથવા નીચે ડામર નાખી રસ્તો બનાવવાની માંગ સાથે કંકાસીયા ગામ પાસેથી કામ અટકાવી દેતા કામ કરતા માણસોએ ત્યાનુ કામ બંધ કરી બલૈયા ગામ પાસે કામ ચાલુ કર્યુ હતુ.