બસ સ્ટેશનમાં રેસ્ટ રૂમનો પણ અભાવ નાઇટમાં આવતી બસોના ડ્રાઇવર કંડકટરોને રૂમના અભાવે પડતી મુશ્કેલીઓ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાનાં બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ અમુક કારણોસર બંધ હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, તેમજ બસ સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર તેમજ બહાર નીકળવાના રોડમાં મસમોટા ખાડા પડી ગયેલા છે, તંત્રની એટલી બેકાળજી છે કે બસો તે ખાડા ઉપરથી પસાર થાય તો ટાયરની હાલત શું થાય ? તંત્ર દ્વારા તેની કોઈ તકેદારી રાખવામાં આવી નથી. તેનો મતલબ એવો હોઈ શકે કે “સરકારી છે એટલે ચાલે, કોના બાપની દિવાળી” જો તંત્ર આવુ જ વિચારી રહ્યું હોય તો નગરજનો નાં શા હાલ હોઈ શકે તે વિચારવું રહ્યું. ચોમાસા દરમિયાન પણ છતના પતરા ઉડી ગયેલા જોવા મળી રહેલ છે અને હાલ સુધી કોઈ સુનાવણી નથી. જ્યારે કંટ્રોલ પોઇન્ટ પર જે લોકો બેસે છે તેમનું કહેવું છે કે અમોએ વારંવાર રજૂઆતો કરીએ છીએ છતાં ઉપરથી કોઈ સાંભળતા નથી.
ફતેપુરા તાલુકો રાજસ્થાન બોર્ડર અડીને આવેલો તાલુકો છે, ત્યારે રાજસ્થાનથી તેમજ ફતેપુરા અને તેની આસપાસના ગામના મોટા ભાગના લોકો મજૂરી કામથી બહારગામ જતા હોય છે, ત્યારે રાત્રિના સમયે મોટા ભાગની બસ પરત ફરતી હોય છે, ત્યારે વહેલી સવારે બે થી પાંચના સમય દરમિયાન બસ, બસ સ્ટેશનમાં આવતી હોય છે ત્યારે બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટ ચાલતું નાં હોવાથી અંધારું છવાયેલું રહે છે ત્યારે બહારથી મજૂરી કામ કરીને આવતા લોકોને અંધારામાં પોતાના જાન માલને નુકસાન થાય તેનું કોણ જવાબદારી લે. તેમજ બહારગામથી આવતી બસ ફતેપુરા બસ સ્ટેશનમાં નાઈટમાં રહેતા બસ ડ્રાઇવર અને કંડકટરની સુવા માટે એક જ રૂમની વ્યવસ્થા છે. જ્યારે રૂમ નાનો હોવાથી મોટી સંખ્યામાં નાઈટમાં રોકાતી બસોના ડ્રાઇવર કંડકટરની સંખ્યા વધારે હોવાથી ડ્રાઇવર અને કંડકટરને સુવાની તકલીફ પડે છે. જેવી તકલીફો સામે ST તંત્ર શું યોગ્ય પગલાં ભરશે. અને આ દરેક તકલીફોનું સત્વરે નિકાલ લાવે તેવી ગ્રામજનો, શહેરના અગ્રણી તથા ST નાં કન્ડક્ટર અને ડ્રાઇવરો ની NEWSTOK24 નાં માધ્યમ થી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું કે આ દરેક તકલીફનો કયાર સુધી નિકાલ આવે છે.