ફતેપુરા બસ સ્ટેશનથી ઉખરેલી રોડ સુધીનો રસ્તો બસ સ્ટેન્ડ બન્યુંને વરસો થયા પરંતુ બનાવવામાં આવ્યો ન હતો. આ રસ્તાને બનાવવા માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઇ ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા નવીન રસ્તાનું ખાતમુર્હત કરતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. ફતેપુરા બસ સ્ટેશન થી ઉખરેલી રોડ સુધીના નવીન રસ્તા માટે વિકાસશીલ યોજના અંતર્ગત વર્ષ 2020 – 21 ના વર્ષની અંદાજીત રકમ દસ લાખના ખર્ચે આ નવિન રસ્તાનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ બનનાર નવીન રસ્તાના ખાતમુર્હતમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પારગી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય કાંતિ પરમાર, ડોક્ટર અશ્વિન પારગી, પંકજ પંચાલ, દિલીપ પ્રજાપતિ, ગ્રામ પંચાયત સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
HomeFatepura - ફતેપુરાફતેપુરા બસ સ્ટેશન થી ઉખરેલી રોડ સુધીના બનનાર નવીન રસ્તાનું ધારાસભ્ય રમેશભાઈ...