દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બાર એસોસીએશનની આગેવાની હેઠળ વકીલોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને હડતાલ પર ઉતરી શકાય તેમજ કામકાજથી અગળા ન રહી શકાય તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાબતે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી મામલતદાર બી.એચ.મહાજનને આવેદનપત્ર આપ્યું. ફતેપુરા બાર એસોસિયેશનની આગેવાની હેઠળ આજે વકીલોએ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા. “લોકશાહીનું જતન કરો”, “એડવોકેટ એક્ટ કલમ 34 રદ કરો”, “વકીલ એકતા જીંદાબાદ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો વકીલોના અધિકારો ઉપર સીધો પ્રહાર કરતો હોય તેનો અમો વિરોધ વ્યક્ત કરીએ છે. આ સાથે આવેદનપત્રમાં યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન એક્ટ રદ કરવા, વકીલોને રાજ્યો અને કેન્દ્ર પાસેથી વીમા યોજના, મેડીક્લેમ બાબતે પગલા લેવાય અને એડવોકેટ એક્ટની કલમ નાબૂદ કરવા અને તેમાં જરૂરી જોગવાઈ કરવા વિનંતી કરવામાં આવી છે.