દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં
પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા આઝાદીના 75 વર્ષ ઉજવવાતા “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 86 ત્રિમૂર્તિ જયંતિ નિમિત્તે આધ્યાત્મિક મહોત્સવ રાખવામાં આવ્યો હતો. તેમાં રામ કથાકાર રાધિકા દીદીના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે BSF નાં નિવૃત્ત જવાન અને શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ સરદારભાઈ મછાર તેમજ બ્રહ્માકુમારી સંચાલક નીતા દીદી, બેલાદીદી, બ્રહ્માકુમારી ના પરિવારજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. માનવ માત્ર માટે પરમાત્માનો દિવ્ય સંદેશ શું છે તે સંદેશ સર્વ મનુષ્ય આત્મા સુધી પહોંચે તે અંગે દીદી દ્વારા પ્રવચન આપી સમજણો આપવામાં આવી હતી અને 86 મી જન્મ જયંતી ના ભાગરૂપે 86 દીપ જ્યોતિ પ્રગટાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલક સ્કૂલ ઇન્સ્પેક્ટર જીગ્નેશભાઈ કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર સર્વે ગ્રામજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પુર્ણાહુતી કરવામાં આવી હતી.