ફતેપુરા તાલુકામાં કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવલી નોરતાનો રંગ જામ્યો છે. મોડી રાત સુધી ગરબા રમતા ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
માતાજીની આરાધના કરી ભક્તો લીન બનીને આરાધના કરી રહ્યા છે આઠમાં નોરતે ખેલૈયાઓ રાત ભર ગરબા રમવાનો આનંદ માણી રહ્યા છે. ફતેપુરા તાલુકામાં પણ યુવાધન હિલોળે ચડ્યું છે. ફતેપુરાના અંબાજી મંદિર ખાતે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુથી લોકો ગરબા જોવા માટે ઉમટી પડ્યા હતા
નોરતાનાં દિવસ જેમ જેમ પુરા થાય છે તેમ તેમ ગરબે ઘૂમવા વાળા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા આવતા હોય છે, ત્યારે આયોજકોને પણ વ્યવસ્થામાં લાગી ગયા છે. મોડી રાત સુધી ગરબા રમતા ખેલૈયાઓ મન મૂકીને આનંદ માણતા જોવા મળી રહ્યા હતા મહિલાઓ રંગબેરંગી પોષાક અને થીમ ઉપર તેમજ નાના નાના બાળકો દ્વારા વેશભૂષાઓ કરીને ગરબે ઘૂમી રહ્યા છે