Friday, January 24, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની...

ફતેપુરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

THIS NEWS IS SPONSORED BY –– SHRI KTISHNA SWEETS

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મીટીંગ મળેલ હતી. જેમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, ફતેપુરા મામલતદાર પી.એન. પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ. CDPE કોમલબેન દેસાઈ, PSI સી.બી. બરંડા તેમજ અમલીકરણ અધિકારી હાજર રહ્યા હતા.

તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગમાં ફતેપુરા નગરમાં થયેલ દબાણોનો મુદ્દોની ગરમા ગરમ ચર્ચા થઈ હતી તેમજ સુખસર ગામે આવેલ નદીમા સુખસર ગામનો ગ્રામજનો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે જેથી નદીનું પાણી દુષિત થાય છે અને નદીનું વહેણ બંધ થઈ જવાની શક્યતા હોય નદીમાં કચરો નાખવાનું બંધ થાય તે માટેનુ આયોજન કરવું નજીકના દિવસોમાં ગણપતિના તહેવારોની શરૂઆત થવાની હોય ગણપતી સ્થાપના માટેની ચર્ચા તેમજ ચાર ફુટથી વધુ ઊંચાઈ ની ગણપતિ ની મૂર્તિ લાવવી નહિ, સ્થાપના કરવી નહીં તેમજ હાલમાં ચાલતા કોરોનાવાયરસ ને લઈને શોભાયાત્રા કાઢવાની રહેશે નહીં. તેની તમામ જવાબદારી આયોજકોની રહેશે તેમજ તાલુકામાં વિવિધ યોજનાઓના અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા માટેની ચર્ચા વિચારણાના કરવામાં આવેલ હતી તેમજ તાલુકામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન જટિલ વધતી જતી સમસ્યા ના નિકાલ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments