Sabir Bhabhor Fatepura
ગુજરાત સરકાર દ્રારા મહેસુલ તલાટી માટે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામા દાહોદ જીલ્લામા કુલ 93 કેન્દ્ર પૈકી ફતેપુરામા પાંચ કેન્દ્ર ઉપર 2400 પરીક્ષાર્થીઓ ની બેઠક વ્યવસ્થા કરવામા આવી હતી. કોઈપણ જાતની ગેરરીતિ ના થાય અને શાંતિપુર્ણ માહોલમા પરીક્ષા યોજાય તે માટે તંત્ર દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો .
ફતેપુરામા આઈ.કે.દેસાઈ હાઈસ્કુલ, વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ, કોમલ શિશુ વિહાર અને જાગૃતિ કન્યા શાળા એમ કુલ પાંચ કેન્દ્ર ઉપર 2400 પરીક્ષાર્થીઓમા થી 584 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે 1816 પરીક્ષાર્થીઓ એ શાંતિપુર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી હતી.