SABIR BHABHOR FATEPURA
આઝાદીનાં ૭૦ વર્ષની ઉજવણી નિમિતે શહીદોને શ્રદ્ધાંજલી આપતી ‘તિરંગા યાત્રા’ નું આયોજન તારીખ.૧૬ ઓગષ્ટ થી ૨૨ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે તેના ભાગરૂપે ફતેપુરા વિધાનસભા ની તિરંગા યાત્રાનો પ્રારંભ આજરોજ સંજેલી તાલુકાનાં માંડ્લી ગામેથી કરવામાં આવ્યો હતો. અને ફતેપુરા તેમજ સંજેલી તાલુકા ના દરેક ગામ મા થઈ ફતેપુરા નગર મા પ્રવેશ કર્યો હતો. આ તિરંગા યાત્રાએ તિરંગા ધ્વજોની હારમાળા સાથે દેશભક્તિનો અનેરો માહોલ ઊભો કર્યો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમ તથા હર હાથ તિરંગાનાં નારાઓ સાથે બાઇક રેલીએ ફતેપુરા નગર મા અદભૂત આકર્ષણ જમાવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ફતેપુરા તાલુકા પ્રમુખ યોગેશભાઇ પારગી, જનતા પાર્ટીના નાનામોટા કાર્યકર્તાઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને આ તિરંગા યાત્રાનું તાલુકામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા ફતેપુરા નગર તથા તાલુકા ના ગામડાઓ મા થઈ ને માનગઢધામ ખાતે પહોચી હતી જ્યા દાહોદ લોકસભાના સાંસદ અને કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને સમાપન સમારંભ રાખવામા આવ્યો જેમા રાષ્ટ્રીય ભા.જ.પા મહામંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ, રાજસ્થાન ના મંત્રી શ્રી જીતમલ ખાંટ, મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ જે.પી. પટેલ , મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને રાજસ્થાન તેમજ ગુજરાત ના ભાજપ ના કાર્યકર્તા ઓ મોટી સંખ્યા મા હાજર રહયા હતા અને શહિદો ને શ્રધ્ધાંજલિ આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવો એ હાજ્ર જનમેદનિ ને સંબોધી હતી અને અને મંત્રી જશવંતસિંહ ભાભોરે એક અઠવાડીયા થી આ યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.