PRAVIN KALAL –– FATEPURA
શિક્ષક મહાસંઘ ફતેપુરાના નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા ફતેપુરા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, TDO સાહેબ તેમજ મામલતદાર સાહેબની સૌજન્ય મુલાકાત લેવામાં આવી. જેમાં શિક્ષક મહાસંઘને સરકાર દ્વારા મળેલ મંજુરી પત્ર તેમજ શૈક્ષિક મહાસંઘનું બંધારણ સોપવામાં આવ્યું. TPEO સાહેબ સાથે શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી.શિક્ષક મહાસંઘ ફતેપુરાના હોદ્દેદારોમાં અધ્યક્ષ પદે વિરેન્દ્રભાઈ તાવિયાડ, મહામંત્રી તરીકે સુરેશભાઈ બારિયા તેમજ સંગઠન મંત્રી તરીકે લખજીભાઈ ચરપોટે સર્વે અધિકારીઓને શિક્ષક મહાસંઘની તાલુકા કારોબારીમાં સમાવેશ થયેલા સૌ શિક્ષકોનો પરિચય આપી સંગઠનથી સૌને માહિતગાર કર્યા.