Monday, April 7, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા સરપંચને નાણાકીય ગેરરીતિઓ અને ફરજ પ્રત્યે ખરાબ વર્તન ના કારણે જિલ્લા...

ફતેપુરા સરપંચને નાણાકીય ગેરરીતિઓ અને ફરજ પ્રત્યે ખરાબ વર્તન ના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA

          ફતેપુરા તાલુકાનાં ફતેપુરા ગામના સરપંચને તપસ અહેવાલ મુજબ મુદ્દાસહ નોટિસ આપવામાં આવેલ હતી જે મુદ્દાસહ રજૂ કરેલ જવાબ મુજબ આક્ષેપો મુજબ સ્પષ્ટ કરેલ નથી તેમજ તેના સમર્થનમાં પણ આધાર પુરાવા રજૂ કરવામાં આવેલ નથી, તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મેળવવામાં આવેલ નથી આમ તેઓનો જવાબ ગ્રહી રાખ શકાય તેમ પૂરતા કારણો જણાઈ આવેલ નથી પોતાની સત્તાનો દુરુપયોગ, ફરજો બજાવવામાં વારંવાર કસૂર કરીને પંચાયતને નુકશાન પહોચાડેલ છે. ગ્રામ પંચાયત દ્વારા દહાડિયાઓની નાણા ચુકવ્યા બદલ સહી મેળવું ચૂકવણું બતાવેલ છે. તેમાં દહડિયા પત્રક જોતાં હાજરી અને ચૂકવેલ નાણાં સુસંગત જાણતા નથી અને દહાડિયા પત્રકોમાં ખોટી વિગતો ભરી ગ્રામ પંચાયતના નાણાંનો ખોટો વ્યય કરી ગેરરીતિ આચારેલ જણાયેલ છે. દહાડીયા પત્રક મુજબ મજૂરોને પગાર ચૂકવણા બાબતની સહી મેળવેલ છે. અને આ નાણાનો આજ કામગીરી સબબ દહાડિયા પત્રક મુજબની રકમનો એમ પ્રકાશ કાળું બરજોડને ત્રણ તબક્કામાં 15,000/-, 25000/-, 49000/- એમ ત્રણ ચેક અને મણીલાલ બી. બરજોડને 20,000/- નો ૧ ચેક ચૂકવેલ છે. આમ ખોટા બિલો, વાઉચરો, દહાડિયા પત્રકોની સમર્થન મળેલ છે. આમ જિલ્લા પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ – ૫૭ (૧) ની જોગવાઈ મુજબ મળેલ સત્તા અને અધિકારની રૂએ સરપંચ અશ્વિન કાળું બરજોડ ગ્રામ પંચાયત ફતેપુરાને ગંભીર નાણાકીય ગેરરીતિઓ અને ફરજ પર વામવાર કસૂર વર્તન ના કારણોસર જિલ્લા વિકાસ અધિકારી સુજલ માયત્રાએ હુકમ કરી સરપંચ પદેથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ સુપ્રત કરવા આદેશ કરેલ છે.navi 2images(2)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments