ફતેપુરા માં ઝાયડસ મેડિકલ કોલેજ અને બ્લડ બેન્ક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ અને બ્લડ બેન્ક હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના ડોક્ટર રિતેશ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 34 યુનિટ બ્લડ મળી રહ્યું હતું. મોટી ઢઢેલી PHC ના ડોક્ટર સુરેશ અમલીયાર દ્વારા સંપૂર્ણ બ્લડ બેન્કનું આયોજન કરી ડોક્ટર રીતેશ રાઠવાની અધ્યક્ષતા માં વિવિધ ગ્રુપના બ્લડનું કુલ ૩૪ યુનિટ બેગ ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોએ દાન કર્યું હતું. લોકોએ ઉત્સાહભેર બ્લડ આપવા માટે મોટી સંખ્યામાં ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્થળ પર બ્લડનું ગ્રુપ બ્લડની માત્રા બ્લડ પ્રેશર વજન કરી આપ્યા હતા, તેમજ ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.