આજ રોજ તારીખ 7 6/2023 ના રોજ ફતેપુરા એપીએમસી ખાતે ચેરમેનની અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોર ચૂંટાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ફતેપુરા એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી તેમાં ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોરે અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોરે ઉમેદવારી નોંધાવી હતી આ બંનેને બેન્ડેડ મળ્યા હતા અને ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોર ને બિનહરીફ વિજય જાહેર થયા હતા અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોર પણ બિનહરીફ જાહેર ચૂંટાઈ આવ્યા હતા આમ ફતેપુરામાં ભાજપનો ભોગવો લહેરાયો હતો અને પધારેલા આગેવાનો તેમજ મિત્રોએ જયગોશ કરી ફટાકડા ફોડી જીત અને ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી ચેરમેન તેમજ વોઈસ ચેરમેનને તેઓની સાથે આવેલા તેમજ સ્ટાફ વાળા દ્વારા ફુલહાર પેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ પતયા પછી ચેરમેન તથા વાઇસ ચેરમેન લીમડા હનુમાન મંદિરે જઈ હનુમાનજીના ચરણમાં માથું નમાવી ભગવાનનો ઉપકાર માની દર્શન અને આરતી કરી હતી આમ ફતેપુરા એપીએમસી ખાતે પ્રફુલભાઈ ડામોર ચેરમેન તરીકે ત્રીજી વાર ચૂંટાઈ આવ્યા હતા તેમની કામગીરી અને તેઓનો કામગીરીઓ અને સ્વભાવ લોકો દ્વારા મિલન સાર અને પ્રેમી હોવા ની ચર્ચાઓ જણાઈ રહી હતી
પ્રવીણ કલાલ ફતેપુરા