દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મ દિવસ નિમિત્તે ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચેરમેન પ્રફુલ્લભાઇ ડામોર, જીલ્લા પંચાયત સભ્ય ટીનાભાઇ, પંકજભાઇ પંચાલ, સરપંચ કચરુભાઇ, ભાવેશભાઇએ કેક કાપી ઉજવણી કરી હતી.
ત્યારબાદ દાહોદના લોકલાડીલા સાંસદ અને પૂવઁ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના જન્મ દિવસ નિમિત્તે તેમના દિધઁ આયુષ્ય માટે મંગલ કામના સાથે માનગઢ ધામ ખાતે આજે તા.૨૨/૦૮/૨૦૨૧ ને રવિવારના રોજ સંતરામપુરના લોક પ્રિય ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, દાહોદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલ્લભાઇ ડામોર તેમજ પાટીઁના કાયઁકરો સાથે ગાયત્રી પરિવારના મહંત રામજી ગુરુ તેમની ટીમ સાથે ગાયત્રી હવન તેમજ ભારતમાતા, પરમ પૂજ્ય ગુરુ ગોવિદ તથા શહીદ બિરસા મુંડાની આરતી ઉતારી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.