દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી તા. ૦૨/૦૨/૨૦૨૨ ને બુધવારના રોજ યોજવામાં આવી હતી. જેનું પરિણામ ગત તા. ૦૩/૦૩/૨૦૨૨ ને ગુરુવારના રોજ જાહેર થતા હારેલા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી.
ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુદત પુરી થતા ખેડૂતો વિભાગ તેમજ વેપારી વિભાગની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગમાંથી અને ખેડૂતો વિભાગમાંથી અલગ-અલગ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. શાંતિમય વાતાવરણમાં ૧૦૦% મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂરી થતા ગત રોજ મતગણતરી યોજવામાં આવી. દાહોદ જિલ્લા રજીસ્ટાર એસ. આર. પટેલની અધ્યક્ષતામાં મતગણતરી કરવામાં આવી હતી. જેમા ખેડુત વિભાગના ૧૦ ઉમેદવારો જ્યારે વેપારી વિભાગના ૦૪ ઉમેદવારો નો વિજય થયો હતો જીતેલા ઉમેદવારોના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે નાચગાન કરી ખુશી અનુભવી હતી. ખેડૂત અને વેપારી વિભાગના વિજેતાઓના નામ નીચે મુજબ છે.
ખેડૂત વિભાગના જીતેલા ઉમેદવારો : – ડામોર સુનિલ ધનજી, ગરાસીયા શંકર જગા, ચરપોટ જાલા લખમા, ડામોર પ્રફુલ્લ દલસિંગ, ડામોર નાથુ ટીટા, ચૌહાણ જીતેન્દ્ર રણજીત, પારગી બચું સુલતાન, પાંડોર ચતુર વાલા, મછાર ભીખા કલજી અને લબાના કાળુ લાલા,
વેપારી વિભાગના જીતેલા ઉમેદવારો : – અગ્રવાલ સુભાષચંદ્ર નાગરમલ, ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોર, કલાલ નરેશ વિઠ્ઠલદાસ અને ખંડેલવાલ શંકરલાલ હરિવલ્લભ