દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ICDS શાખામાં મીલેટ વર્ષ અંતર્ગત સેજા કક્ષા અને તાલુકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
ફતેપુરા ICDS ખાતે મિલેટ વર્ષ અંતર્ગત તાલુકા કક્ષાએ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ નાયબ ટી.ડી.ઓ હેલ્થ વિભાગ, તાલુકા હેલ્થ ઓફીસર,ખેતીવાડી અધિકારી, CDPO, મુખ્યસેવિકા અને તમામ સ્ટાફની હાજરીમાં અન્ન, ખેતી અને ઉપયોગ પ્રોત્સાહન આપી મીલેટ માંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃત્તતા આપી. તેમજ સ્પર્ધાના આયોજનમાં સેજા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ૧ થી ૩ નંબર આપી પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
ફિલ્ડમાં જોવા મળતી ક્ષતિઓને દુર કરવા મોનીટરીંગ સીસ્ટમ બનાવવામાં આવી હતી, અને દરેક લાભાર્થીઓને તેમનો લાભ પ્રાપ્ત થાય અને કુપોષણને દુર કરી શકાય, ફિલ્ડમાં મળતી સેવાઓનું મુલ્યાંકન કરી તેને વધુ મજબુત કરી સરકારશ્રીની યોજનામાં પારદર્શકતા જળવાઈ રહે અને અમલવારી થાય. તે માટે સુપોષિત દાહોદ કોલ સેન્ટર ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. તે અંતર્ગત આગણવાડી વર્કરને તાલીમ આપવામાં આવી હતી.