THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસને આવી રીતના મહિલા છેડતી અને અપહરણના ગુનેગારોને શોધી કાઢવા માટેના આદેશ અનુસાર ફતેપુરા તાલુકાના ઘુઘસમાં બનેલ અપહરણના ગુનેગારો અને મહિલાની છેડતી કરનાર ગુનેગારોને ગણતરીના જ કલાકોમાં પકડી પાડી PSI સી.બી. બરંડા અને તેઓના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુટા ફળિયામાં રહેતા અને ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ચીમનભાઈ રામસિંગભાઈ પારગીની પત્ની તેમજ તેની બે વર્ષની દીકરી જોડે રહેતા હતા. ચારેક મહિનાથી પોતાના જ કુટુંબના અને તેના જ પરીવારના દીયરે ભાભી સાથે બિભત્સ માંગણીઓ અને છેડતી કરતો હતો, પોતાની આબરૂ સાચવવાના ડરે ભાભી કોઈને આ વાત ની જાણ કરતી ન હતી. ન છૂટકે વધુ હેરાન-પરેશાન કરવાથી તેને તેના સાથે બનેલી ઘટના તેના પતિને કહેતા, પતિ અને તેના માતા-પિતા સાથે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. તે સમય દરમિયાન તેની બે વર્ષની દીકરી તેમની નણંદ પાસે મુકીને આવ્યા હતા, ત્યારે આ બે વર્ષની દીકરીનું અપહરણ આનંદભાઈ મનજીભાઈ જાતે. પારગી અને તેના સાથીઓ દ્વારા અપહરણ કરીને લઈ ગયા હતા. તેની જાણ નણંદે કરતા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફતેપુરા PSI સી.બી. બરંડા અને તેમના સ્ટાફે વોચ ગોઠવી ઉપલા અધિકારીઓ સાથે કોન્ટેક કરી મંજૂરીથી રાજસ્થાનના સેન્ડગડુલી ગામે પોલીસની ટીમ સાથે ખાનગી વાહન લઈ છટકું ગોઠવીને આરોપીઓને પકડી પાડયા હતા. ભોગ બનનાર બાળકીને આરોપીઓના સકંજામાંથી મુક્ત કરાવી સહી સલામત રીતે પરત મેળવી ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી હતી. જ્યારે આરોપી આનંદભાઈ મલજીભાઈ જાતે. પારગી તથા પ્રકાશભાઈ હકરાભાઈ જાતે. પારગી તથા પપ્પુભાઈ ચીમનભાઈ જાતે. પારગીને ઝડપી પાડયા હતા, અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આમ ફતેપુરા પોલીસને આ બે વર્ષની બાળકીના અપહરણકારો ને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં સફળતા મળેલ છે.