દાહોદ જિલ્લાના ફતેપુરા PSI જી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ SHE ટીમ દ્વારા ફતેપુરા ટાઉન વિસ્તારમાં રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રાવણ સુદ પૂનમ નારિયેળી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે જેમાં બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે. તા.૧૯/૦૮/૨૦૨૪ ને સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. જી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ ટાઉન વિસ્તારના નાગરિકો, સીનીયર સીટીઝનોને પોતાના સાથી કર્મચારીઓ તથા SHE ટીમના કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. P.S.I. જી.બી. પરમાર પોતાના સ્ટાફ સાથે તેઓએ પણ રાખડી બંધાવી હતી. તેઓએ આશીર્વાદ લઈ મોઢું મીઠું કરી અને બહેનોને મો મીઠું કરાવ્યું હતું અને આખા ટાઉન વિસ્તારમાં હર્ષ અને ઉલ્લાસ જોવાઈ રહ્યો હતો