Editorial Desk – Dahod
દાહોદ જિલ્લામાં ધો.૮ ને અપર પ્રાઇમરીમાં લઇ જવાના કારણે તેમજ વર્ગ દીઠ સંખ્યામાં સુધારો થતા ફાજલ પડેલ શિક્ષકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા અન્ય સંસ્થાઓમાં સમાવેલ છે. આ શિક્ષકોને દાહોદ જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જે તે વિષયની ખાલી જગ્યા પર કેમ્પ યોજી સમાવવા માટે તા. ૧૧/૫/૨૦૧૬ ના રોજ સેન્ટ સ્ટીફન્સ હાઇસ્કુલ,દાહોદ ખાતે સવારે ૧૦=કલાકે કેમ્પ રાખવામાં આવેલ છે.
તેમજ ફાજલ થવાથી અન્ય શાળામાં સમાવવામાં આવેલ હોય અને હાલ માતૃસંસ્થામાં જગ્યા ઊભી થયેલ હોય તો માતૃ સંસ્થામાં રિકોલ થવા ઇચ્છતા શિક્ષકોએ આ અંગેના જરૂરી આધારો સાથે કેમ્પની જણાવેલ તારીખ, સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા એમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એ.નીનામાએ એક અખબારી યાદી દ્રારા જણાવ્યું છે.