Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામબનાસકાંઠાનાં પૂર-અસરગ્રસ્ત લોકો માટે સાણંદ ભાજપ પાર્ટી દ્વારા રાહત કિટ પેક કરીને...

બનાસકાંઠાનાં પૂર-અસરગ્રસ્ત લોકો માટે સાણંદ ભાજપ પાર્ટી દ્વારા રાહત કિટ પેક કરીને બનાસકાંઠા જિલ્લામાં ટ્રકો રવાના કરવામાં આવી

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના આદેશથી ભારતીય જનતા પાર્ટી સાંણદ દ્વારા બનાસકાંઠામાં પૂર-અસરગ્રસ્ત લોકો માટે રાહત કિટ પેક કરીને 20 થી વઘુ ટ્રકો બનાસકાંઠા રવાના કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે જાન-માલને અતિશય નુકશાન થવા પામેલ ધાનેરા ગામની તબાહી થવા પામી છે. ત્યારે સાણંદ શહેર તાલુકા ભાજપ આગેવાનો કાર્યકર્તા દ્વારા આજરોજ સાણંદ APMC થી પૂર-અસરગ્રસ્ત લોકો માટે રાહત કિટ પેક કરીને  20 થી વઘુ ટ્રકો મોકલવામાં આવી હતી. જેમાં પ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ આર.સી.પટેલ, મહામંત્રી નવદિપ ડોડીયા, સહિત સાણંદ ભાજપના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાણંદથી બનાસકાંઠા પુરઅસરગ્રસ્તો માટે 150 મણ ઘઉંનો લોટ, 3000 થી વઘુ સાડી, સહિત કપડાઓ, ફૂડપેકેટ, સહિતની વસ્તુઓ 20 ટ્રકો ભરીને સાણંદ APMC થી બનાસકાંઠા માં જવા રવાના થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments