Sunday, February 2, 2025
Google search engine
HomeDahod - દાહોદબહારના જિલ્લામાંથી દાહોદ આવેલા લોકોની ઘનિષ્ટ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે

બહારના જિલ્લામાંથી દાહોદ આવેલા લોકોની ઘનિષ્ટ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા ના અધિકારીઓ સાથે બેઠક યોજી અને હોસ્પિટલ ની મુલાકાત લીધી.

રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટની બેઠકમાં હાજરી આપ્યા બાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિજય ખરાડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરીને કોરોના વાયરસ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ મિટિંગમાં કલેક્ટર વિજય ખરાડીએ એવી માહિતી આપી હતી કેજિલ્લામાં કોરોના વાયરસ પ્રસરે નહીં એ માટે આરોગ્ય લક્ષી કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા જિલ્લામાં બીજા તબક્કાનું સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બહારના જિલ્લામાંથી દાહોદમાં આવેલા ૨૫ હજાર કરતા પણ વધુ લોકોના આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોકડાઉનનો અમલ ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યો છે.આ બેઠકમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડને એવી પણ માહિતી આપવામાં આવી હતી કેજિલ્લામાં B.P.L. અને N.F.S. પ્રકારના રાશન કાર્ડ ધરાવતા ૯૭ ટકા લોકોને વિનામૂલ્યે રાશનનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાશન કાર્ડના હોય એવા ૩૯૦૦ જેટલા લોકોને અન્ન બહ્મમ્ યોજના હેઠળ નિયત રાશન આપવામા આવી રહ્યું છે. કોઇ પણ જરૂરતમંદ પરિવાર રાશનથી વંચિત ના રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. એ દરમિયાનદાહોદ શહેરમાં વસતા દાઉદી વહોરા સમાજ દ્વારા સો કિટ્સ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માધ્યમથી જરૂરતમંદો માટે આપવામાં આવી હતી. બાદમાં બચુભાઈ ખાબડે ઝાલોદ રોડ ઉપર ડો.સમીર હઠીલાની હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોવિડ-૧૯ ના ૧૦૦ પથારીની વ્યવસ્થા નિહાળી હતી. તેમણે ઝાયડ્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ ૧૦૦ પથારીની સુવિધા સાથે ખાસ કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં જરૂર પડે તો ૩૦૦ બેડ સુધીની વ્યવસ્થા કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments