સમન્વય પ્રતિષ્ઠાન અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતમાં પહેલી વુમન થીંકર્સ મિટનો શનિવારે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ રામ માધવ, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.અમી ઉપાધ્યાય, સમન્વય પ્રતિસ્થાનના કન્વીનર ડો. જીગર ઇનામદાર હાજર રહ્યા હતા. બે દિવસની આ થીંકર્સ મીટમાં રાજ્યની 130થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર વક્તવ્યો, પેનલ ડિસ્કશન, મોક પાર્લામેન્ટ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રના મહિલાઓ ઉપસ્થિત રહેશે.
સ્ત્રી શક્તિ: ભારત અને વિશ્વનો ઇતિહાસ, ‘પરંપરા, માન્યતા, તર્ક અને વિજ્ઞાન, Feminism & Feminazi, Indian Feminism સહીતના વિષય પર પેનલ ડિસકસન અને ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક : મેઘના – 9638120990, સનમ – 7043612391 કરવા કહેવામાં આવ્યું