ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાડ્યો હતો
ફતેપુરા પોલીસને અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઉપલા અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપેલ હતી. આરોપી સુભાષ આપજી નિનામા રહે. જુનાપાણી તા અને જિ. દાહોદનાઓ એક વર્ષથી બાળાનું અપહરણ કરી નાસતા ફરતા હતા. તેઓ ઉપર ફતેપુરા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો. ગુ.ર.ન. એ પાર્ટ .ઇ.પી.કો કલમ 363, 366 તથા પોસ્કો એક્ટ કલમ ૮ મુજબ નો ગુનો નોંધાયેલ હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ફતેપુરા P.S.I. સી.બી. બરંડા અને પીન્ટુભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન વિગેરે સ્ટાફ દ્વારા બાતમીના આધારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શોધખોળમાં હતા તે દરમ્યાન અપહરણનો ભોગ બનનાર બાળાને લઈ બહારગામ મજુરી કામે થી દાહોદ બસ સ્ટેશન આવવાનો છે, તેવી માહિતી મળેલ હોય દાહોદ બસ સ્ટેશનએ વોચ રાખેલ અને ત્યાં ભોગ બનનાર બાળા સાથે આરોપી પકડાઈ ગયેલ હતો. પોલીસે વધુ તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે.