PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના બાવળાના ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે શ્રી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. રામનવમીના પવિત્ર દિવસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સામુહિક સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. જેમાં 31 પરીવનારના સભ્યોએ સત્યનારાયણ ભગવાનની સામુહિક કથાનો લાભ લીધો હતો. આ ઉપરાંત કેક કાપીને ભગવાન રામચન્દ્રજીના જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સામુહીક કથામાં ભાગ લેનાર ગોપી પટેલે જણાવ્યુ હતુ કે, ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિરમાં સામુહિક સત્ય નારાયણ ભગવાનની કથાનો લાભ 31 લોકોએ લીધો હતો. આ એક અમુલ્ય લાભ હતો. રામનવમીના પાવન દિવસે કેક કાપીને રામચન્દ્ર ભગવાના જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવતા મંદિર પ્રાંગણ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યુ હતુ.
બાવળાના ધોળકા રોડ પર આવેલા અંબાજી મંદિરના પુજારી કમલેશભાઇએ જણાવ્યુ હતુ કે, શ્રી દેવી ભાગવત કથા નિમિત્તે અંબાજી મંદિરના પ્રાંગણમાં રામનવમી નિમીત્તે સામુહિત સત્યનારાયણ ભગવાનની કથા તથા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.