ગરબાડામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં જન્મ દિવસ (રામ નવમી) નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
260

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN – GARBADA

માં શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિની ગરબાડા તાલુકામાં ભક્તિભાવપૂર્વક માં શક્તિની આરાધના કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિ નિમિતે ગરબાડા ખાતે તળાવની પાળ ઉપર આવેલ ચામુંડા માતાજીનાં મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

નવરાત્રિ દરમ્યાન આઠમના દિવસનો વિશેષ મહિમા હોય છે અને આ વર્ષે પણ દર વર્ષની જેમ ચૈત્રી આઠમ નિમિતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે નારિયળ હોમી હવનની પૂર્ણાહુર્તિ કરવામાં આવી હતી. આઠમ નિમિતે માતાજીની પુજા અર્ચના કરવા માતાજીનાં મંદિરમાં રોજ કરતાં વધુ ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને માતાજીનાં દર્શન તેમજ આરતીનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. અને માં ના જયજયકારથી મંદિર ગુંજી ઉઠતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

PERSONA PLUZતથા આજરોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ દિવસ (રામ નવમી) નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રામજી મંદિર તથા ઠાકોરજી મંદિરમાં ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તથા મંદિરોમાં ભજનકીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, ભગવાન શ્રી રામ લલ્લાની આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ગરબાડા તાલુકાનાં બીજા મંદિરોમાં પણ ભક્તોજનોએ રામ નવમીની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here