બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા સ્વર્ગસ્થ વી.એમ. પારગી (IPS Retd) સ્મૃતિ જ્ઞાન દિવસની યાદગાર પળોને જીવંત રાખવા સ્પર્ધાત્મક સ્કોલરશીપ પરીક્ષા આજે તા.14/12/2025 ના રોજ 11.00થી 1.00 દરમિયાન આઈ રમીલા આર્ટસ કોલેજ છાપરી અને ગુરુકુલ વિદ્યાલય છાપરી આમ બે સ્થળો પર યોજાઈ. સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપી હતી.
આજ રોજ સંપન્ન થયેલ સામાન્ય જ્ઞાન સ્પર્ધાત્મક સ્કોલરશીપ પરીક્ષામા ભાગ લેનાર તમામ પરીક્ષાથી ભાઈ બહેનોનો બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખુબ ખુબ આભાર માન્યો હતો. આ પરીક્ષાના આયોજન કામગીરીમાં મદદરૂપ થનાર તમામ ભાઈ બહેનોનો પણ સમાજ ભવન ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ. બંને પરીક્ષા સ્થળના બિલ્ડીંગ આ કામગીરી માટે ફાળવી આપવા બદલ સંબંધિત સંસ્થાના વહીવટીકર્તાઓનો પણ સમાજ ભવન ખુબ ખુબ આભાર માનેલ. પરીક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા બદલ જિલ્લા પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રેસ મીડિયાનો પણ આભાર વ્યક્ત કરેલ. બિરસા આદિવાસી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ ટીમના સદસ્યો, સુપરવાઇઝર તરીકે કામગીરી કરનાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અન્ય રીતે પણ મદદરૂપ થનાર તમામનો બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ. તથા સ્વ. વી એમ પારગીના પરિવારજનોનો આર્થિક સહયોગ આપવા બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


