Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદબીજી અને ત્રીજી જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા : સાવચેત...

બીજી અને ત્રીજી જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા : સાવચેત રહેવા દાહોદ જિલ્લા કલેક્ટરની અપીલ

નિગર્સ વાવાઝોડાના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં વીજળી સાથે ભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આગામી તા.૨જી અને ૩જી જૂન દરમિયાનના ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેથી આ દરમિયાન વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડતો હોય ત્યારે લોકો ઘરમાં જ રહે અને બહાર જવાનું ટાળે તે ઇચ્છનીય છે. છેલ્લા ત્રણેક વર્ષના આંકડા ધ્યાને લેવામાં આવે તો માલૂમ પડે છે કે સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. એથી વરસાદના સમયે કોઇએ બીનજરૂરી બહાર નીકળવું નહી.
કલેક્ટર વિજય ખરાડીએ એમ પણ જણાવ્યું કે, કોઇ જગ્યાએ ખેડૂતોનો પાક પણ વાડી-ખેતરમાં ઉભો હશે. તેની આવા પાકની તુરંત લણણી કરી તેને પલળે નહીં એવી જગ્યાએ મૂકી દેવો. સાથે, માર્કેટ યાર્ડમાં ખુલ્લી પડેલી જણસી પણ સલામત સ્થળે ખસેડી લેવી.

તેમણે કહ્યું કે, હવામાન વિભાગની આગહી મુજબ આગામી ૨૦ કે ૨૧ જૂનથી ચોમાસુ બેસવાની શક્યતા છે. તેથી તેને લગતી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જે તે વિભાગ સાથે બેઠકો યોજી આપતકાલીન આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments