Friday, December 27, 2024
Google search engine
HomeArvalli - અરવલ્લીબુટાલ ગામના બે જુદા જુદા કુવામાંથી અત્યન્ત દુર્ગંધ મારતી કોહવાઇ ગયેલ અને...

બુટાલ ગામના બે જુદા જુદા કુવામાંથી અત્યન્ત દુર્ગંધ મારતી કોહવાઇ ગયેલ અને ધડ વગરના માનવ શરીરના આવશેષો મળવાના મામલે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હત્યા કરવામાં મદદગારી કરનારની ધડપકડ કરી મુખ્ય આરોપીઓને દબોચવા ચક્રો ગતિમાન કર્યા

?

logo-newstok-272-150x53(1)

SANDIP PATEL – DHANSURA (ARVALLI)

 

ધનસુરા તાલુકાના બુટાલ ગામના બે જુદા જુદા કુવામાંથી અત્યન્ત દુર્ગંધ મારતી કોહવાઇ ગયેલ અને ધડ વગરના માનવ શરીરના આવશેષો મળવાના મામલે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હત્યા કરવામાં મદદ ગારી કરનાર ની ધડપકડ કરી મુખ્ય આરોપીઓને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે. ધનસુરા તાલુકાના બુટાલ ગામે ગત શુક્રવારની સવારે કુવામાં દુર્ગંધ મારતી હોવાથી ગામલોકોએ તાપસ કરતા પ્લાસ્ટિકમાં લાશ હોવાનું માલુમ પડતા ગામ લોકોએ ધનસુરા પોલુસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે જઇ તાપસ હાથ ધરતા ઘડ વગરનું અડધું અંગ મળી આવ્યું હતું પોલીસને શંકા જતા અન્ય બીજા કુવામાં તાપસ કરતા ત્યાંથી પણ લાશના બીજા અંગો મળી આવ્યા હતા, લાશ પુરુષની કે મહિલાની છે એ પણ ઓળખી શકાયું ના હતું. લાશને પોસ્ટમેટમ માટે ધનસુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી ઝીણવટ ભરી તાપસ હાથ ધરી હતી. બુટાલ ગામની ઘટનાને લઈ ધનસુરા પોલીસે ગામમાં વોચ ગોઠવી બતમીદારો ગોઠવી તાપસ હાથ ધરતા પોલીસને ગામના જ જવાનજી મસજી ડાભી પર શક જતા કડકાઈ પુર્વક પુછપરછ કરતા હત્યામાં મદદગારી કરી હોવાયુ પોલીસ સમક્ષ કબુલાત પોલીસે પણ રાહતનો શ્વાસ લિદ્યો હતો જોકે પોલિસે આરોપી પાસેથી યુવક ક્યાંનો છે કેમ હત્યા કરી આવા અનેક પ્રશ્નો પૂછતા જ યુવક આણંદ જિલ્લાના લોભવેલ ગામનો જીતુ તળપદાની ઉર્ફે ફુલમાડી હોવાનું કબલ્યુ અને પોપટની જેમ હત્યા કેમ કરાયી, કોને કરી તમામ માહિતી આપતાં મુખ્ય આરોપીની સગીર ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોઈ અને એનું જ વહેમ રાખી કાકા ચંદુભાઈ નાઇકા અને કાકી જયશ્રીબેન એ આરોપી જવાનજીને સાથે રાખી 10 દિવસ અગાઉ એની હત્યા કરી જમીનમાં દાટી દીધી હતી ત્યારે બાદ ચાર દિવસ પછી લાશને જમીનમાંથી બહાર કાઢી લાશના ટુકડા કરી જુદા જુદા કુવામાં ફેંકી દીધા હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતા પોલીસે મુખ્ય આરોપીને દબોચવાની દિશા તરફ કામ કરી રહી હોવાનું જણાવી રહી છે જોકે આરોપીઓ પોલીસ પકડ થી ક્યાં સુધી ભાગે છે એ જોવું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments