દાહોદ જિલ્લાના સંજેલીની બેન્ક ઓફ બારોડા શાખાએ બેંકની સ્થાપનાં દિનને આજે ૧૧૫ વર્ષ પૂર્ણ થતા સંજેલી B.O.B. નાં બ્રાંન્ચના મેનેજર સૌરભભાઈ તેમજ સ્ટાફ મિત્રોએ રામદેવપીર ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, રણુજા ધામ, સંજેલીના બાળકોને સ્થાપનાં દિનની ઉજવણીના ભાગ રૂપે ૧૧૫ નોટબુક તેમજ બોલપેન ભેટમાં આપીને શાળા પરિસરમાં જુદાજુદા છોડનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દલસુખ દાસજી મહારાજ સહીત ગ્રામજનો તથા વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
HomeSanjeli - સંજેલીબેન્ક ઓફ બરોડાના સ્થાપના દિનનાં ૧૧૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે સંજેલીની શાળાઓમાં...