Wednesday, April 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામબોપલ ઘુમા નગરપાલીકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દિકરીઓનું પુજન કરવામાં આવ્યુ

બોપલ ઘુમા નગરપાલીકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ગૌરીવ્રત રાખેલ દિકરીઓનું પુજન કરવામાં આવ્યુ

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– મહિલા કાઉન્સિલરો દ્વારા દિકરીઓનું પુજન કરીને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ.

– મહિલાઓને આજના આધુનિક યુગમાં દિકરીઓના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.

બોપલ ઘુમા નગરપાલીકાના મહિલા કાઉન્સિલરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના બેટી બચાઓ બેટી પઢાઓ પ્રકલ્પ અંતર્ગત ગૌરી વ્રત રાખેલ દિકરીઓનું પુજન કરવામાં આવ્યુ હતુ. બોપલના આબાદનગર વિસ્તારમાં આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજીત દિકરી પુજન કાર્યક્રમમાં ઉપસ્થિત દિકરીઓ તથા માતાઓને આજના આધુનિક યુગમાં દિકરીઓનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ગૌરી વ્રત કરનારી દીકરીઓની પૂજા કરીને હાથમાં કમળ મહેંદી મૂકવામાં આવી તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ભારતીય જનતા પાર્ટીના બેટી બચાઓ બેટી પઢાઓ પ્રકલ્પ અંતર્ગત આયોજિત કાર્યક્રમ અંગે બોપલ ઘુમા નગરપાલીકા ના મહિલા કાઉન્સિલરોએ જણાવ્યુ હતુ કે, આજના આધુનિક યુગમાં દિકરીઓ પણ પુરૂષ સમોવડી જ છે. દરેક ક્ષેત્રમાં આજે દિકરી હરણફાળ ભરી રહી છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવા માટે બોપલમાં ગૌરી વ્રત કરનારી દિકરીઓના પુજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને આજના આધુનિક યુગમાં દિકરીઓના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments