Saturday, April 19, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાભાજપના ૪૨ માં સ્થાપના દિન નિમિત્તે જીલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયારના વરદ્...

ભાજપના ૪૨ માં સ્થાપના દિન નિમિત્તે જીલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયારના વરદ્ હસ્તે ફતેપુરાથી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવાયું

ભારતીય જનતા પાટીઁના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ. અંદાજે એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા હતા ત્યારે બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સમગ્ર દાહોદ જીલ્લામા ફરશે, બાઇક રેલીમા દરેક તાલુકા દીઠ કાર્યકર્તાઓ મોટર સાયકલ લઇને જોડાયા હતા. આજે તા.૦૬/૦૪/૨૦૨૨ ને બુધવારના રોજ ભારતીય જનતા પાટીઁ ના ૪૨ માં સ્થાપના દિન નિમિતે ફતેપુરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે થી દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકર આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, S.T. મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી, યુવા મોરચાના મોહિતભાઇ ડામોર, દાહોદ યુવા મોરચાના પ્રમુખ અલય દરજી, ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાર્યકર્તાઓ, સરપંચો જોડાયા હતા. ફતેપુરા થી શરુઆત કરાયેલ બાઇક રેલી સમગ્ર દાહોદ જીલ્લામા ફરવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments