Saturday, January 11, 2025
Google search engine
HomeViramgam - વિરમગામભાજપની સુરેન્દ્રનગર લોકસભા અંતર્ગત વિરમગામ વિધાનસભાની ખાટલા બેઠક યોજાઇ 

ભાજપની સુરેન્દ્રનગર લોકસભા અંતર્ગત વિરમગામ વિધાનસભાની ખાટલા બેઠક યોજાઇ 

– લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરેન્દ્રનગર લોકસભા રૂપે કમળ આપવાનો સંકલ્પ કર્યો
સુરેન્દ્રનગર લોકસભાની વિરમગામ વિધાનસભાની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ જીલ્લા અધ્યક્ષ  આર સી પટેલ, લોકસભા પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, ઈન્ચાર્જ કિરીટસિંહ રાણા, સહ ઈન્ચાર્જ કુશળસિંહ પઢેરિયા, શંકરભાઇ વેગડ, જીલ્લા મહામંત્રી  માધુભાઈ ઠાકોર, શૈલેષભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય  વજુભાઇ ડોડીયા, ડો. તેજશ્રીબેન પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી  આર.કે.ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ઇશ્વરસિંહ સોલંકી, તેમજ મંડળ પ્રમુખ મહામંત્રીઓ  જીલ્લા તેમજ  મંડ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે માર્ગદર્શન મેળવ્યું હતું,  તેમજ બેઠક બાદ વિરમગામ તાલુકાના કાલીયાના મુકામે ખાટલા બેઠક યોજી,  જેમાં વિરમગામ તાલુકાના મહામંત્રી કિરીટસિંહ ગોહિલ,  રમેશભાઈ  સહિત  ગ્રામજનો હાજર રહ્યા હતા અને સરકારની યોજનાઓ વિશે  જાણકારી આપી હતી તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરેન્દ્રનગર લોકસભા રૂપે કમળ આપવાનો સંકલ્પ કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments