દાહોદ જિલ્લાના ફતેપુરાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમળિયારના ગામે આજે યોજવામાં આવી હતી. આ સાથે આજે ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારનો જન્મ દિવસ હોઈ તેમને ગુજરાત વિધાન સભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મહામંત્રીઓ નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, કનૈયાલાલ કિશોરી, ઝોન પ્રભારી દાહોદ ભરતસિંહ સોલંકી, સુધીર લાલપૂરવાળા, મીડિયા સેલના કન્વીનર શેતલ કોઠારી અને સહ કન્વીનર નેહલ શાહ, પક્ષના નેતા પર્વત ડામોર, નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, દાહોદ શહેર BJP પ્રમુખ પ્રશાંત દેસાઈ, શહેર મહામંત્રી અર્પીલ શાહ, હિમાંશુ નાગર તથા ભાજપના જિલ્લાના તાલુકા હોદ્દેદારોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડલ કારોબારી યોજાઇ અને જિલ્લા પ્રમુખ શંકરભાઈના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ભાજપ દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલીયારે જન્મદિવસે વિધવાઓને સહાય અને સૂપોષણ કીટ આપી અને દલિતો સાથે પોતાના ઘરે લીધું ભોજન, સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
શંકરભાઈ આમલીયારના જન્મ દિવસ નિમિતે સામાજિક સમરસતા, વિધવા સહાય અને સૂપોષણ કીટ તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા તેમના પરિવારે દલિતો સાથે પોતાના ઘરે તેમની સાથે ભોજન લઇ સામાજિક સમરસતાનું એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને બધાની થાળી પોતે ઉપાડીને મૂકી હતી. આમ ગરીબો અને દલિતો અને મહિલાઓની સાથે પોતાનો જન્મ દિવસ ઉજવી ઉમદા કાર્ય કરી અને સંગઠનને પ્રેરણા પૂરી પાડી હતી.
RELATED ARTICLES