દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે માહોલ ગરમાયો, જીલ્લા પ્રમુખ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ.
હાલમાં ગુજરાત ભાજપ સંગઠનમાં જે રીતે ફેરફાર ચાલી રહ્યા છે. હજી થોડા દિવસો પહેલા મંડળ પ્રમુખોની નિમણુંક કવરવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે જિલ્લા પ્રમુખ નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે તા.૦૫/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક સુધી પ્રદેશ ભાજપ તરફથી નિમણૂક કરાયેલ અધિકારીઓ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી. ભાજપ જિલ્લા પ્રમુખ પદ માટે અંદાજે માટે પુરુષ તેમજ મહિલા એમ લગભગ 45 જેટલા કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેવું મુખ્ય ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની મીટીંગ આજ રોજ ૦૩:૦૦ કલાકે કરી. બીજે દિવસે પ્રદેશ કાર્યાલય ખાતે ફોર્મ સુપ્રત કરી અગાઉની પ્રક્રિયા પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની વરણી કરવામાં આવશે તેવું તેમને જણાવ્યું હતું.
આ પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, અર્જનભાઈ રબારી, નીરવ અમીન, દીપેશ લાલપુરવાલા, ભરત શ્રીમાળી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર, દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, નરેન્દ્ર સોની, દાહોદ શહેર પ્રમુખ અર્પિલ શાહ, અભિષેક મેડા, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.