NILKANTH VASUKIYA VIRAMGAM
સાણંદ શહેર નગરપાલિકા હોલ ખાતે નવા વર્ષ ના પ્રારંભે નારીશક્તિ- સશક્તિકરણ ના ઉમદા હેતુ ને આવરી લઇને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મહિલા સ્વાસ્થ્ય ની લગતી વિવિધ યોજનાઓ રોજગારલક્ષી ચાલતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મળતા લાભો વિશે વિશેષ માહિતી અપાઈ હતી તેમજ ધિરાણ યોજના અંતર્ગત મુદ્રા યોજના તેમજ મહિલા સુરક્ષા ને લઈને કાયદાકીય જ્ઞાન માટે ની વિશેસ માહિતી સભર જ્ઞાન મહિલાઓ ને પીરસવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહિલા ના ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબા, પ્રદેશમંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ જીલ્લા પ્રમુખ કમાભાઈ રાઠોડ અમદાવાદ જીલ્લા મહામંત્રી શૈલેષભાઇ દાવડા, પ્રદેશ મહિલા મોર્ચા મંત્રી રક્ષાબેન પરમાર, અમદાવાદ જીલ્લા મંત્રી અને સાણંદ શહેર પ્રભારી શ્રદ્ધાબેન રાજપૂત, સાણંદ નગરપાલિકા પ્રમુખ આશાબેન હાલાણી, કારોબારી ચેરમેન ભીખાભાઇ પટેલ, કે પી વાઘેલા, રઘુવીરસિંહ વાઘેલા તેમજ સાણંદ શહેર સંગઠન પ્રમુખ કનુભાઈ , મહામંત્રી નરેન્દ્રસિંહ વાઘેલા, ભરતભાઈ તેમજ સાણંદ શહેર મહિલા મોરચા મહામંત્રી નિમિષાબેન પટેલ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અમદાવાદ જીલ્લા મંત્રી શ્રદ્ધાબેન રાજપૂત તેમજ સાણંદ શહેર મહિલા મોરચા ની ટીમ દ્વારા મેહનત કરી સફળ બનાવી નારીશક્તિ એક સંગઠન શક્તિ છે એવું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. મહિલાઓ માટે સફળ કાર્યક્રમ આપવા બદલ અમદાવાદ જીલ્લા પ્રમુખ આર સી પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.