PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામના સોકલી હાઇવે પરની ગુરૂકુળ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અઘ્યક્ષતામાં વિરમગામ વિઘાનસભાની સમિક્ષા બેઠક યોજાઇ હતી. આગામી વિઘાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાગરૂપે આજરોજ સોકલી ગુરુકુળ ખાતે વિરમગામ વિઘાનસભા વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાનાં વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના કે.સી.પટેલ, અમદાવાદ જીલ્લા અધ્યક્ષ આર.સી. પટેલ, સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઇ ફતેપુરા, રાજ્ય સભાના સાસંદ શંકરભાઈ વેગડ, પૂર્વ સાસંદ રતીલાલ વર્મા, અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ, વિરમગામના પૂર્વ ઘારાસભ્ય વજુભાઈ ડોડીયા, પ્રાગજીભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, શ્રી શૈલેશભાઈ દાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ ભાઈ ડોડીયા તેમજ વિરમગામ, માંડલ, દેત્રોજ, તાલુકાના ભાજપ ના પ્રમુખ- ઉપપ્રમુખ, આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુરુકુળ ખાતે જીતુભાઇ વાઘાણીએ ભાજપ કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.