સ્માર્ટ સીટીના રૂપમાં આજે વિક્ષિત દેશ ની પ્રથમ 20 સ્માર્ત સીટી ની જાહેરાત દિલ્હી ખાતે થઇ હતી. જેમાં ભુવનેશ્વર, ચેન્નાઈ, સુરત , પુને અમદાવાદ વગેરે શહેરોના નામ જાહેર શહેરી વિકાસ મંત્રી મંત્રી વેન્કૈયા નાયડુએ કાર્ય હતા. આવનારા પાંચ વરસોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 3લાખ કરોડ જંગી ખર્ચ કરવામાં આવનાર છે.
જયારે બીજી બાજુ દાહોદ ના લોકો તારા બતાવવા ભાજપે સ્માર્ટ સીટી નું પોતાનું ચકરડું ચલાવી નગરપાલિકા કબજે કરી પરંતુ જીલ્લા અને તાલુકા પંચાયતો ગુમાવી હતી કદાચ એટલે પણ મોવડી મંડળે નારાજ થઇ કોઈ નિર્ણય લીધો હોય તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ વાત દાહોદમાં વાયુ વેગે ફેલાતા દાહોદના લાખો લોકોમાં હતાશાછવાઈ ગઈ હતી. અને સ્માર્ટ સિટીના તેઓના સપના ચકનાચુર થઇ ને પડ્યા હતા.દાહોદના લોકોએ ધૂળિયા દાહોદની મારને સ્માર્ટ સીટીના નામે ભૂલી હતી જેના નામે લોકો ની આશા બીકુલ ઠગારી નીવડી હતી.
શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટીઓમાં પાણી પુરવઠો, વીજળી , ઠોસ કચરા પ્રબંધન , મુકમ્મલ શહેરી અવાર જવર , સાર્વજનિક પરિવહન , આઈટી સંપર્ક, ઈ ગવર્નન્સ થી બુનિયાદી સુવિધાઓ અને નાગરીકી ભાગીદારી વિક્ષિત કરવાની છે.
તો શું આ બધાથી દાહોદ વંચિત રેહશે ? શું રાજકીય ગુટ બાજી અને અંદરુની દાહોદ ભાજપ ની કલેહની કિંમત દાહોદ શહેરે ચૂકવવી પડી? કે પછી માત્ર અને માત્ર પાલિકા ને પંચાયતો ના ઇલેક્સન જીતવા માટે નો આ પ્રોપોગેંડા હતો ? હવે શું ખબર ક્યારે દાહોદનો વારો આવશે. આવતા 40 ના લીસ્ટમાં પણ હવે દાહોદ હશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે? કેમ કે વેંકૈયા નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે બીજા હવે આવનારા વર્ષોમા જાહેર થશે. ક્યારે અને કયા વર્ષમાં એ નક્કીજ નથી. એતો એમને સ્પષ્ટ જણાવી દીધું હતું. હવે તો આવનાર સમયજ બતાવશે કે શું દાહોદ ના સપના કદી પુરા થશે કે રાજકીય મુદ્દો બની ને ઘૂમતો રેહશે એતો રામ જાણે।
20 સ્માર્ટ સીટીમાં જે નામો જાહેર થયા તેમાં
1) ભુવનેશ્વર ( ઓરિસ્સા ) 2) પુને ( મહારાષ્ટ્ર) 3) જયપુર ( રાજેસ્થાન) 4) સુરત ( ગુજરાત) 5) કોચ્ચી ( કેરલ ) 6) અમદાવાદ ( ગુજરાત ) 7) જબલપુર 8) વિશાખાપટનમ 9) ધવનગીરી 10) ઈન્દોરે 11)નવી દેલ્હી નગર નિગમ 12)કોયમ્બતુર 13) કાકીનાડા 14) બેલગામ 15)ઉદયપુર 16) લુધિયાના 17) ચેન્નાઈ 18) ભોપાલ 19) સોલાપુર 20) બેલગામ