સમગ્ર ગુજરાતમાં ગત તા.૨૦/૦૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે તમામ ભારતીય જનતા પાર્ટીના મંડળોમાં એક સાથે એક જ સમયે સંગઠનની બેઠક યોજાઇ હતી. જેને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વર્ચ્યુલ સ્વરૂપે સંબોધન કરવામાં આવી હતી. અને આગામી કાર્યક્રમોની માહિતી આપી આગામી સમયની અંદર “મન કી બાત” જેવા વિવિધ કાર્યક્રમો થાય તે માટે તેમણે સૂચન કર્યું હતું, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ પેજ કમિટિના સભ્યો સાથે વર્ચ્યુલ સ્વરૂપે વાત કરશે. તે માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરવા ભાર મુક્યો હતો. આ બેઠકને ઝાલોદ ભાજપના સંગઠનના તમામ પદાધિકારીઓએ લીમડી ગામની એચિવર સ્કૂલ ખાતે વર્ચ્યુઅલી સાંભળી હતી, ત્યારબાદ ઉપસ્થિત વાલજીભાઈ મેડા તેમજ દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ આગામી સમયમાં પેજ કમિટી તથા બુથ સમિતિ મજબૂત કરવા માટે ભાર મૂક્યો હતો.
ભારતીય જનતા પાર્ટી ઝાલોદ તાલુકાની મીટીંગ લીમડી એચીવર સ્કૂલ ખાતે યોજાઈ
RELATED ARTICLES