દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વતની નવ યુવાન ચહેરા તરીકે બક્ષીપંચ સમાજમાથી આવતા ફતેપુરાના રીતેશભાઇ પટેલની ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનમા ડીરેક્ટર તરીકે નિયુક્તિ કરાતા સમગ્ર ફતેપુરા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારત સરકાર દ્વારા રીતેશભાઇ પટેલની ડીરેક્ટર તરીકે નિયુક્તિ કરાતા ફતેપુરાના ગ્રામજનોએ મો મીઠું કરાવી, સાલ ઓઢાવી, ફુલહાર પહેરાવી રીતેશભાઇ પટેલનુ બહુમાન કર્યું હતું. રાત્રિ દરમિયાન ફતેપુરામાં ફટાકડાં ફોડી આતિશબાજી કરાતા આશમાન ઝગમગી ઉઠયું હતુ લોકો એ નવિન ડીરેક્ટરના માનમાં વિજય સરધસ કાઢી કરી ભવ્ય ઉજવણી કરી હતી. ડીરેક્ટર તરીકે રીતેશભાઇ પટેલની નિયુક્તિ થતા તેઓએ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનો આભાર વ્યકત કર્યો હતો. ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે પણ મો મીઠું કરાવી સાલ ઓઢાવી બહુમાન કર્યું હતું, ત્યારે સરકારના આ નિણઁય પગલે બક્ષીપંચ સમાજ, ફતેપુરા તાલુકા ભાજપ પાર્ટી સહિત દાહોદ જીલ્લામાં ખુશીનુ મોજું છવાયું હતું.