Wednesday, January 22, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારભારત સ્વચ્છતા મિશન અંતર્ગત શુધ્ધ પીવાના પાણીનું ચોકકસ આયોજન કરવું:અગ્ર સચિવશ્રી મુકેશ...

ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત શુધ્ધ પીવાના પાણીનું ચોકકસ આયોજન કરવું:અગ્ર સચિવશ્રી મુકેશ પુરી

           keyur parmar        logo-newstok-272-150x53(1)

Keyur Parmar Dahod 

                               દાહોદ જિલ્‍લામાં આગામી સમયમાં પાણીની મુશ્કેલી  નિવારવા માટેના આયોજન અંગેની બેઠક મળી. ચાલુ વર્ષે અનિયમિત વરસાદના કારણે આગામી સમયમાં પીવાના પાણીની સંભવિત અછત વર્તાય તેમ હોવાથી રાજય સરકાર દ્રારા સમગ્ર રાજયમાં સર્વે થઇ રહયું છે. મુખ્યમંત્રી એ દાહોદ, પંચમહાલ, મહિસાગર જેવા પૂર્વ પટૃીના જીલ્‍લાઓમાં આગામી સમયમાં શુધ્ધ પીવાના પાણીની અછત વર્તાય નહીં તે માટે તાકીદના ધોરણે સર્વે કરવાની સૂચના મુજબ દાહોદ જિલ્લાનાજરૂરી આયોજન-સમીક્ષા અંગેની બેઠક પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષ અને અગ્ર સચિવ શ્રી મુકેશ પુરીની અધ્યક્ષતામાં સ્‍થાનિક પદાધિકારીઓ અને પાણી પુરવઠાના અધિકારીશ્રીઓની સાથે કલેકટર કચેરીના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં વન-પર્યાવરણ, મત્સ્‍યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, ધારા સભ્ય સર્વેશ્રી વિંછીયાભાઇ ભુરીયા, શ્રી વજુભાઇ પણદા, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મહેશસિંહ, કલેકટર એમ.એ.ગાંધી, જિલ્‍લા વિકાસ અધિકારી સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર કે.જે. બોર્ડર, વડોદરા ઝોનના મુખ્ય ઇજનેર  બી.વી.પટેલ, પાણી પુરવઠા બોર્ડ, ગોધરાના અધિક્ષક ઇજનેર એ.જી.વનારા, વડોદરા અધિક્ષક ઇજનેર પી.ટી.શાહ, દાહોદ પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર કે.એસ.ડાંગી, વાસ્‍મો કાર્યપાલક ઇજનેર ભગોરા, એમ.જી.વી.સી.એલના એકઝી. એન્‍જી એમ.વી.પટેલ તથા જિલ્‍લાના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

બેઠકમાં  બચુભાઇ ખાબડે દાહોદ જિલ્‍લામાં ચાલુ વર્ષે અનિયમિત વરસાદ સાથે ભૈાગોલિક પરિસ્‍થિતિ પ્રમાણે પાણીના સ્‍તર ઉંડા જઇ રહયા છે. ત્યારે હયાત પીવાના પાણીના સ્‍ત્રોતો જેવા કે મીનીપાણી પુરવઠા યોજના, હેન્ડપંપ, બોર, કૂવા, તળાવો વગેરે પુર્નજીવિત થાય, ઉંડા થાય કે યોગ્ય સમારકામ થાય, નવા હેન્ડપંપો, કુવાનું નિષ્‍ણાત હાઇડ્રોલોજીસ્‍ટ કે જીયોલોજીસ્‍ટ દ્રારા ઝડપથી સર્વે કરી જિલ્‍લાની પ્રજાને શુધ્ધ પીવાનું પાણી મળી તેવી અપેક્ષા વ્યકત કરતા તાકીદ કરી હતી.   

સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે હેન્ડપંપ, બોર, માટેની જરૂરી સાધન સામગ્રી જેવી કે પાઇપો-હેન્ડપંપ, બોરના માથાનો પુરવઠો સતત જળવાઇ રહે જેથી કામ રોકાય નહીં. પીવાના પાણીની અને સિંચાઇની વ્યવસ્‍થા માટે ચેકડેમ, લીફટ ઇરીગેશન, મીની પાણી પુરવઠા યોજના વગેરેનું આગોતરૂ આયોજન કરવા સૂચન કર્યું હતું

પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષ અને અગ્રસચિવશ્રી મુકેશ પુરીએ ઝડપથી પાણીની જરૂરિયાત વાળા ગામોનું સર્વે કરી રૂટ નકકી કરી સ્‍થાનિક પદાધિકારીઓ-કર્મચારીઓના સંકલનમાં રહી વધારાના હાઇડ્રોલોજિસ્‍ટ, જીયોલોજીસ્‍ટનો ઉપયોગ કરી ઝુંબેશના ધોરણે કામગીરી ઉપાડી લેવા સ્‍થાનિક ઉચ્ચ અને જિલ્‍લાના અધિકારીઓને સૂચન કર્યું હતું. સ્‍વચ્છતા મિશન અંતર્ગત શુધ્ધ પીવાનું પાણી લોકોને, આંગણવાડી- શાળાના બાળકોને મળે તેવું પણ ચોકકસ આયોજન થવું જરૂરી છે. નરેગા યોજના અંતર્ગત કામો હાથ ધરાય તો લોકોને રોજગારી સાથે જે તે કામોનો લાભ સ્થાનિક પ્રજાને મળશે. પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રી મહેશસિંહ સંવેદના સાથે મનુષ્યની અગત્યની જરૂરિયાત પાણીના સંલગ્ન કામો ઝડપથી હાથ ધરાય તેવું નક્કર આયોજન કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રી ગાંધીએ કડાણાના ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાનું કામ રેલ્વે સાથે સંકલન કરી પાઇપ લાઇનનું કામ ઝડપથી ચાલી રહયું છે. તેનો ઉલ્લેખ કરતાં આ પૂર્ણ થયેથી ગરબાડા તાલુકાના ગામોને પણ પાટાડુંગરી યોજનાનું અનામત પાણી મળે તેવું આયોજન છે. અન્ય યોજનાઓની હાલની સ્‍થિતિની જાણકારી આપતાં સમયાંતરે સંલગ્ન અધિકારીઓ સાથે બેઠકો યોજી સ્‍થળ મુલાકાત લઇ ચોકકસ કામગીરી પરિપૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી સતિષ પટેલે જણાવ્યુ હતુ કે સંલગ્ન પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, સ્‍થાનિક અધિકારી-કર્મચારીઓ-તલાટી-સરપંચ વગેરે સાથે સંકલનમાં રહી સર્વેની કામગીરી પરિપૂર્ણ કરવામાં આવશે.                                        

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments