શિલાબેન કનુભાઈ બામણીયા મૂળ રહેવાસી ડોળી લીમડી, ખેડા ફળીયુ, તાલુકા સંતરામપુર ના નિવાસી છે. ઝાલોદ શહેરના મુવાડા ખાતે સુભાષભાઈ દયાળભાઈ પટેલના મકાનમાં છેલ્લા કેટલાક સમયથી તેઓ માસિક રૂપિયા ૧૬૦૦/- ભાડું આપી ભાડુંઆત તરીકે રહે છે. તેઓ ગામડી P. H. C. સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૦૮/૦૩/૨૦૧૬ ના રોજ સવારના આશરે ૯: ૦૦ થી ૦૯:૩૦ કલાકના સમયમાં શિલાબેન નોકરી જવા તૈયાર થઈ રહ્યા હતા તેવા અરસામાં મકાન માલિક તેમના મકાનમાં આવી જબરજસ્તી કરતાં તેઓ પાસે બીભસ્ત માંગણી કરવા લાગ્યા હતા શિલાબેને આ બાબતની જાણ તેમના જીજાજી પ્રીતમકુમાર કાંતુભાઈ સંગડાને કરતાં તેઓ શિલાબેનને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા લઈ ગયા હતા અને દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઝાલોદ તાલુકાની મામલતદાર કચેરી ખાતે જઇ મામલતદારને સુભાષભાઈ દયાળભાઈ પટેલ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું.
મકાન માલિક દ્વારા ગામડી P. H. C. સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા ભાડુંઆતનું શારીરિક શોષણ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર
RELATED ARTICLES