Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદમકાન માલિક દ્વારા ભાડુઆતને પોતાનો ઘર સામાન ન લઈ જવા દેતા 181...

મકાન માલિક દ્વારા ભાડુઆતને પોતાનો ઘર સામાન ન લઈ જવા દેતા 181 – અભયમ (મહિલા હેલ્પલાઇન) એ કરાવ્યું સમાધાન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદમાંથી એક મહિલાનો 181 – અભયમ (મહિલા હેલ્પલાઇન) મા કોલ આવેલ કે તેમનો ઘરનો સામાન તેમના મકાન માલિક લઈ જવા દેતા નથી, જેથી તેમાં મદદ કરવા જણાવતા દાહોદ અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી મકાન માલિક સાથે શાંતિપૂર્વક વાતચીત કરી મામલો શાંત પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ ગારખાયા વિસ્તારમા છેલ્લા 4 વર્ષથી ભાડુઆત તરીકે રહેતા અને સમોસા કચોરીની લારી ચલાવતા માંગીલાલને હાલમાં લોકડાઉનને કારણે ધંધો બંધ રહેતા એક માસનું મકાન ભાડુ ₹. 4000/- ચૂકવી ન શકતા મકાન માલિક મારવા આવેલ અને તાત્કાલિક મકાન ભાડાની રકમની માંગણી કરતા અને પત્નીને પણ ગાળો આપતાં તેઓ મુશ્કેલીમા મુકાયા હતા.

181 – અભયમ (મહિલા હેલ્પલાઇન) ટીમે મકાન માલિકને સમજાવેલ કે છેલ્લા 4 વર્ષથી તેઓ નિયમિત ભાડુ આપતાં હતા, પરંતુ હાલની પરિસ્થિતિમા તેમની આવક બંધ થઈ ગઇ છે. તમને પણ મુશ્કેલી પડતી હશે પરંતુ આવી પડેલ આપત્તિમા એકબીજાની મુશ્કેલી સમજી મદદરૂપ બનવામાં ભલમનસાઈ છે. માંગીલાલ અને તેની પત્ની એ જણાવેલ કે હવે તેઓ ₹. 4000/- જેટલું માસિક ભાડુ આપી શકે તેમ નથી જેથી એક રૂમની ₹. 2000/-  ભાડાની રૂમમા જવાનું નક્કી કરેલ છે. અમારા મકાન માલિકના બાકીના ભાડાની રકમ ધંધો ચાલુ થતા તરત જ અમે ચૂકવી આપીશુ જેની ખાત્રી આપીએ છીએ. આમ પરિસ્થિતિ વિશે સમજાવતાં મકાન માલિક તેમનો સામાન લઈ જવા સંમત થયા હતા. આમ સમજાવટ થી મામલો શાંત પાડવામાં 181 – અભયમ (મહિલા હેલ્પલાઇન) ને સફળતા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments