PRIYANK CHAUHAN – GARBADA
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૭ અંતર્ગત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ગરબાડા તાલુકામાં તારીખ.૦૧/૦૭/૨૦૧૭ થી ૩૧/૦૭/૨૦૧૭ સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની શરૂઆત થઈ ગઈ છે. આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાંથી નામ રદ કરાવવા, મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર નોંધોમાં ભુલ જેમ કે નામ, સરનામા, જાતિ, ઉંમર, ફોટો વગેરે સુધારવા, કોઈ નામ સામે વાંધો લેવા તેમજ તારીખ.૦૧/૦૧/૨૦૧૭ ના રોજ ૧૮ વર્ષની ઉંમર થતી હોય તે કે તેથી વધુ ઉમરના મતદારનું નામ મતદાર યાદીમાં નોંધવા જરૂરી ફોર્મ ભરી નોંધાવી શકશે.
તારીખ.૦૯/૦૭/૨૦૧૭,૧૬/૦૭/૨૦૧૭ અને ૨૩/૦૭/૨૦૧૭ રવિવારના રોજ નિયોજીત સ્થળો દરેક મતદાન મથક ઉપર બી.એલ.ઓ. મારફતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ કાર્યક્રમ હેઠળ નવા નામ ઉમેરો કરવા, નામ રદ કરવા તથા ક્ષતિઓના સુધારા થનાર છે.
આજ તારીખ.૦૯/૦૭/૨૦૧૭ રવિવારનાં રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાન મથકો ઉપર સવારનાં ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમ્યાન ખાસ ઝુંબેશ યોજવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.
આગામી તા.૧૬/૦૭/૨૦૧૭ રવિવાર તથા તા.૨૩/૦૭/૨૦૧૭ રવિવારના રોજ પણ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી ખાસ ઝુંબેશ યોજવામાં આવનાર છે.