Sunday, April 13, 2025
Google search engine
HomeDahod - દાહોદમધ્યપ્રદેશના મેઘનગરની એક પુત્રીનું પિતા જોડે મેળાપ કરાવતી દાહોદ રેલ્વે પોલીસ

મધ્યપ્રદેશના મેઘનગરની એક પુત્રીનું પિતા જોડે મેળાપ કરાવતી દાહોદ રેલ્વે પોલીસ

મધ્યપ્રદેશના મેઘનગરના રહેવાસી ગોલુ ડામોરની અસ્થિર મગજની પુત્રી ગુમ થઈ જતા રેલ્વે રાજકીય પોલીસે પિતાથી મેળાપ કરાવ્યું

ગોલુ ધનજી ડામોર તેમની પુત્રી જેની ઉંમર 8 વર્ષ સાથે વડોદરા થી મેઘનગર ટ્રેન મારફતે જવા રવાના હતા ત્યારે ગોલુ ધનજીની પુત્રી રેંટિયા રેલ્વે સ્ટેશન પર ઉતરી ગઈ હતી જેનું મગજ અસ્થિર હોય અને ગોલુ ધનજી ડામોર તેમનું દિમાગી હાલત બરાબર નોતું જેથી તેમને ખબર ના પડી કે તેમની પુત્રી ગાડીમાંથી ઉતરી ગઈ છે ને ગોલુ ધનજી ડામોર મેઘનગર પહોચતા ખબર પડી કે તેમના પુત્રી તેમની સાથે નથી ત્યાર પછી દાહોદ રેલવે પોલીસ સ્ટેશન (GRP) ને રેંટિયા સ્ટેશન માસ્ટરે દાહોદ રેલવે પોલીસ સ્ટેશન (GRP) જાણ કરી કે એક છોકરી સ્ટેશન પર મળી આવી છે જે પોતાનું નામ બોલે છે. બીજું કસું નથી ત્યાર પછી દાહોદ રેલ્વે પોલીસ (GRP) રેંટિયાથી દાહોદ રેલવે પોલીસ સ્ટેશન લઇ આવ્યા અને ત્યાર પછી દાહોદ રેલવે પોલીસે મેંઘનગર (GRP) પોલીસને જાણ કરી અને છોકરીના ફોટો મોકલ્યા પછી મેઘનગર પોલીસ દ્વારા વોટસઅપમાં ફોટો વાયરલ કરિયા પછી છોકરીના માતા પિતા ને ખબર મળી ત્યાર પછી છોકરીના પરિવાર જનો દાહોદ રેલ્વે પોલીસ (GRP) ખાતે આવી ને જરૂરી કાગળો કરી છોકરીને સહી સલામત પરિવારને સોંપી દેવા માં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments