THIS NEWS IS APONAORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની સૂચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ દાહોદના વિભાગ દાહોદનાઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં વાહન ચોરીના ગુના બનતા અટકાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલ નાઓએ દાહોદ ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગના પોઇન્ટ ગોઠવેલ જે દરમિયાન P.S.I. એસ.એમ. પઠાણ, અમરસિંહ મડુભાઈ અ.હે.કો. બ.નં. – ૭૩૨ તથા અનિલકુમાર સોમાભાઈ અ.પો.કો. બ.નં. – ૧૧૩૨ નાઓ દાહોદ પડાવ ચોકી આગળ વાહન ચેકીંગમાં હતા તે વખતે ગરબાડા ચોકડી તરફથી એક અપાચી મોટરસાયકલ નંબર વગરની લઈને એક ઈસમ આવતા જે ઈસમને મોટરસાઈકલ ઊભી રાખવાનો ઈશારો કરતા સદર ઇસમે પોતાની મોટરસાયકલ ઉભો રાખતો ન હોય જેથી દોડીને તેની મો.સા. પકડી પાડી એનું નામઠામ પુછતા હિમરાજભાઈ સુરપનભાઈ જાતે મિનામા ઉ.વ. ૨૬ ધંધો – મજૂરી, રહે. ગામ ખેરીયામાલી ઉચવા ફળીયું, પોસ્ટ સેજાવાડા, તેહસીલ ભાભરા જિલ્લા અલીરાજપુર નો હોવાનું જણાવેલ અને તેના કબજાની મોટરસાયકલ નંબર પ્લેટ વગરની હોય જેથી અપાચી મો.સા. ના કાગળો રજૂ કરવા જણાવતા કાગળો રજુ કરેલ નહીં અને સદર ઇસમનું લાયસન્સની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવે તથા મોટરસાયકલનો ચેસીસ નંબર MD634CE43L2A01131 તથા એન્જિન નં. CE4AI2101056 નો છે. જેથી પોકેટ કોર્પ મોબાઈલ એપ્લિકેશનની મદદથી એન્જિન – ચેસીએ નંબરના આધારે તપાસ કરતા સદર મો.સા. નં. MP-09 VY-6784 નો જણાઈ આવેલ જે મોટરસાયકલ ની તપાસ કરતા મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના ગાંધીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ચોરી થયાનું જણાઈ આવેલ જેનો ઇન્દોર ગાંધીનગર થાના ફ.ગુ.ર.નં.૦૭/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનો દાખલ થયેલ છે સદર મોટર સાયકલ ની કિંમત ₹. ૪૦,૦૦૦/- ની ગણી રીકવર કરી સદર ઇસમને સીઆરપીસી કલમ-૪૧(૧)ડી મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરેલ છે.